Tuesday, July 13, 2021

દ્વારકાધીશના શિખર દવજ પર વીજળી પડી કુદરતી પ્રકોપ દ્વારાધીશે પોતાના માથે ઝીલી લીધી વીજળી


મુકુંદ મોકરીયા દેવભુમિ દ્વારકા રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. 


રાજ્ય ના અલગ અલગ વિસ્તારોમાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળી ના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જે દરમિયાન દ્વારકાધીશ ના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી જેમાં ધ્વજા ખંડિત થઇ છે કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભુત દ્વશયો જોવા મળ્યા હતા.
દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે
દ્વારકાવાસી ઓની અતૂટ શ્રદ્ધા નો વધુ એક નમુનો જોવા મળ્યો છે કુદરતી આફતો વાવાઝોડા સહિત ના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતા ને વધુ વેગ મળ્યો છે દ્વારકામાં આજે વીજળી ના કડાકા ભડાકા સાથે મેધરાજા એ તોફાની બેટિંગ કરી હતી.

દ્વારકાના ભાટિયા ગોકલપર ગામોમાં ખાબકેલા ભારે વરસાદ ના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. બે કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં રસ્તા પાણી પાણી થઈ ગયા છે વાવણી લાયક વરસાદ થી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેધરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં દે ધના કરતા ચારે તરફ પાણી પાણી થયા છે.

No comments:

Post a Comment